18 લાખ ખાતાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કરશે ઇન્કમ ટેક્સ વિભાગ

નવી દિલ્હીઃ સરકારે કહ્યું કે 18 લાખ લોકોની ઓળખ કરી લીધી છે. જેમણે નોટબંદીનુ સરકારનું ફરમાન બહાર આવ્યાના એક સપ્તાહમાં કેશની જે મોટી લેવડ દેવડ કરી હોય તેના સ્ત્રોત અંગે માહિતી આપવાની રહેશે. આ પગલું ઇન્કમટેક્સ વિભાગના ઓપરેશન ક્લીન મની સ્વચ્છ ધન અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઉઠાવવામાં આવ્યું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટે તેવા 18 લાખ લોકોને એ આધાર પર અલગ કર્યા છે. જેમના ટ્રાન્ઝેક્શન્સ તેમની ટેક્સ પ્રોફાઇલ સાથે મળતી નથી આવતી. અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે જોખમના સ્વિકૃત માનક અધાર પર વેરિફિકેશન માટે પસંદ કરવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ ટ્રાંઝેક્શનને ઓનલાઇન વેરિફિકેશનની વ્યવસ્થા કરી છે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે લોકોને ટેક્સ અધિકારીયો સાથે કોઇ પણ પ્રકારની મુશ્કેલીઓ ન વેઠવી પડે.

દરેક પેન કાર્ડધારક ઇનકમ ટેક્સ ઇ ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરવા સાથે ટ્રાઝેક્શન અંગે માહિતી આપશે. એટીએ આ મામલે 2 જાન્યુઆરીએ રિપોર્ટ આપ્યો હતો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ આવી સૂચનાને ઓનલાઇન રાખવાનો પ્લાન બનાવ્યો છે.  રેવન્યુ સેક્રેટરી હસમુખ અધિયાએ જણાવ્યું છે કે ઓપરેશન ક્લીન મની, સ્વચ્છ ધન અભિયાન એક પ્રોગ્રામિંગ સોફ્ટવેર છે. જેનો ઉપયોગ તમામ ડિપોઝિટ્સના જવાબ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવશે. લોકોના પ્રારંભીક જવાબ પ્રાપ્ત થયા બાદ જરૂર જણાશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ આવા લોકોને મેસેજ અને ઇમેલ દ્વારા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સૂચના પણ આપશે. તે લોકોને પોતાનો જવાબ ઇન્કમ ટેક્સની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in  પોર્ટલ પર 10 દિવસની અંદર ઓનલાઇન આપવાનો રહેશે. આમ ન કરવા પર ટેક્સ નોટિસ પાઠવવામાં આવશે અને ઇન્ફોર્સમેન્ટ સંબંધી કાર્યવાહી કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like