પાકિસ્તાન ના સુધરે તો હુમલો કરીને કબ્જો કરો: ઉદ્વવ ઠાકરે

નવી દિલ્હી: શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે ફરી એક વખત પાકિસ્તાન પર મોટા પ્રહારો કર્યા છે. ઠાકેર કહ્યું કે જો પાકિસ્તાન એક સર્જિકલ સ્ટ્રાઇકથી સુધરતું નથી તો તેની પર હુમલો કરીને કબ્જો કરો. ઠાકરે ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

શિવસેના પ્રમુખે કહ્યું કે સારી વાત છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી, પરંતુ ત્યારબાદ સીમા પારથી 30 વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઉદ્ધવે આ સાથે જ કહ્યું કે રક્ષા મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય લેવો જોઇએ નહીં. સેનાએ સર્જિકલ સ્ટ્રાઇકને સફળ બનાવી છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું કે તમે ફક્ત પાકિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરો, ભારત અને બીજા રાજ્યોનું ધઅયાન અમે રાખી લઇશું.

શિવેસનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના ખૂબ જ વખાણ કર્યા હતા. શિવસેનાએ પોતાના મુખ્યપત્ર સામનામાં કહ્યું હતું કે પાકિસ્તાનને કરારા જવાબ આપવા માટે ભારતીય સૈનિક અને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન. સરકારે આટલું કરીને અટકવું જોઇએ નહીં. પૂરેપૂરો નાશ કરવો જોઇએ.

શિવસેનાએ સામનામાં પ્રધાનમંત્રી મોદીનો ઉલ્લેખ કર્યો હતો. શિવસેનાએ કહ્યું, ‘સેનાને આઝાદી આપવા માટે પ્રધાનમંત્રી મોદીને અબિનંદન. આવું જ વલણ રહ્યું તો આપણી સેના પાકિસ્તાનીઓને તેમની જ જમીન પર મારીને લાહોર, કરાચી, ઇસ્લામાબાદ પર તિરંગો લહેરાવી દેશે.’

You might also like