આતંકવાદીઓ હૂમલાની તૈયારીમાં હતા જેથી સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ : સરકાર

નવી દિલ્હી : કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન સુભાષ ભામરેએ શુક્રવારે લોકસભામાં કહ્યું કે પીઓકેમાં આતંકવાદી ભારતમાં હૂમલા માટે તૈયાર બેઠા હતા, આ વાતનાં પુરતા સબુત મળ્યા બાદ ભારતીય સેનાએ એલઓસી પાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તેમણે કહ્યું કે ભારત પાસે આ હૂમલા અંગે સ્પેસિફિક ઇન્ટેલિજન્સ ઇનપુટ હતા. માટે સર્જિકલ સ્ટ્રાઇકને બખુબી પાર પણ પાડી હતી.

આ ઓપરેશનમાં તમામ દુશ્મનોને ઠાર કરવામાં આવ્યા અને આપણા પક્ષે કોઇ જ નુકસાન થયું નહોતું. નોંધનીય છે કે 18 સપ્ટેમ્બર, 2016ના રોજ થયેલ ઉરી એટેકનાં 10 દિવસ બાદ 28 અને 29 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે ભારતીય સેનાએ એલઓસી પાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, જેમાં 40 થી વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

સુભાષ ભામરેએ કહ્યું કે અમે હંમેશા જ પોતાનાં પાડોશી સાથે શાંતિ ઇચ્છીએ છીએ. જો કે ગત્ત કેટલાક વર્ષોમાં ક્રોટ બોર્ડર ટેરરિજ્મ, પ્રોક્સી વોરમાં ઘસેડવામાં આવ્યા. ભારતીય સેના દુનિયાની શાનદાર સેનાઓ પૈકીની એક છે. અમારી સેના કોઇ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન પણ સેનાએ બોર્ડર ક્રોસ ટેરરિજ્મનો સામનો કર્યો હતો.

You might also like