પિતા બન્યા બાદ રૈના ફરીથી ગુજરાતનું નેતૃત્વ સંભાળવા તૈયાર

નવી દિલ્હીઃ ગુજરાત લાયન્સનાે કેપ્ટન સુરેશ રૈના પુત્રીના જન્મ બાદ ફરીથી આઇપીએલમાં ટીમનું નેતૃત્વ સંભાળવા માટે તૈયાર છે. રૈના પોતાની પુત્રીના જન્મ માટે થોડા દિવસ પહેલાં જ પત્ની પ્રિયંકા પાસે નેધરલેન્ડ્સ ચાલ્યો ગયો હતો, જ્યાં પ્રિયંકાએ પુત્રી ગ્રેસિયાને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ સુરેશ રૈના ભારત પાછો ફરી રહ્યો છે.
સુરેશ રૈનાએ ભારત પાછા ફરતી વખતે ફ્લાઇટમાંથી જ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી હતી. રૈના આઇપીએલમાં સતત રેકોર્ડબ્રેક ૧૪૩ મેચ રમ્યા બાદ પહેલી વાર ગેરહાજર રહ્યો હતો. હવે તે ફરીથી ટીમની કમાન સંભાળવા તૈયાર છે. ગુજરાત ૧૨ મેચમાં ૧૪ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે અને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછી એક મેચ જીતવી જરૂરી છે.

You might also like