સુરેશ રૈનાના ઘરે પુત્રીનો જન્મ

સ્પોટ્સ ડેસ્કઃ સુરેશ રૈનાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. પત્ની પ્રિયંકાએ પુત્રીને જન્મ આપ્યો છે. પુત્રીનું નામ શ્રેયાંશી રાખવામાં આવ્યું છે. જો કે હજુ સુધી રૈનાએ આ મામલે કઇ કહ્યું નથી. હાલ સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા મળવા લાગી હતી. આ પહેલા રૈનાએ પ્રેગ્નેટ પત્ની સાથે કેટલાક ફોટા શેર કર્યા હતા. રૈના પિતા બનવાને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા રૈનાએ મધર્સ ડે પર કેટલાક ફોટા ટ્વીટ કર્યા હતા. જેમાં તેણે પોતાની માતા સાથે અને પત્નીના ફોટા તેણે શેર કર્યા હતા.

થોડા દિવસો પહેલાં રૈનાએ કહ્યું હતું, “હું જલ્દી પિતા બનવાનો છું અને આ વાતને લઇને ઘણો ઉત્સાહિત છું.” મહત્વપૂર્ણ છે કે આઇપીએલ-9માં સુરેશ રૈના ગુજરાત લાયન્સ ટીમનો કેપ્ટન છે અને આ ટીમ પોઇન્ટ ટેબલમાં અત્યારે ટોપ પર છે. હાલ સુરેશ રૈના પત્ની સાથે નેધરલેન્ડમાં છે અને ત્યાં જ પુત્રીને જન્મ આપ્યો છે. ગત વર્ષે વર્લ્ડકપ બાદ સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરીના લગ્ન થયા હતા.

રૈનાની પત્ની પ્રિયંકા ચૌધરી નેંધરલેન્ડમાં સેટલ છે. તે અહી બેન્કમાં જોબ કરે છે. તેની ડિલીવરી પણ અહી જ થઇ છે. રૈનાના પરિવારના કેટલાક સભ્યો ત્યાં પહેલાથી જ હાજર છે.

You might also like