પ્રભુએ આપ્યો અધિકારીઓને આદેશ, સાંજ સુધી જણાવો દોષિત કોણ

ખતોલી: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનહરના ખતોલીમાં કલિંગ ઉત્કલ એક્સપ્રેસ ઘટનાનો શિકાર થઇ ગઇ. આ ઘટનામાં 24 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 150 થી વધુને ઇજા પહોંચી છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે પાટા પરથી ઊતરેલા 13 કોચ એકબીજા પર ચઢી ગયા.

આ બાબતે અજ્ઞાત લોકો વિરુદ્ધ આઇપીસી ધારા 304A નો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ આ ઘટનાને લઇને રેલમંત્રી સુરેશ પ્રભુએ રેલ્વે બોર્ડના અધ્યક્ષને પહેલી નજરમાં મળેલા સબૂતોના આધાર પર આજ સાંજ સુધી જવાબદારી નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે.

રેલમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે એ આ સ્થિતિનિ ગંભીરતાથી નજર રાખી રહ્યા છે અને પાટાઓનું રિપેરીંગ એમની શીર્ષ પ્રાથમિક્તા છે. રેલમંત્રીએ ટ્વિટ પર લખ્યું છે. ‘રિપેરીંગ પ્રાથમિક્તા છે. સાત ડબ્બાને હટાવી દેવામાં આવ્યા છે. ઘાયલો માટે સર્વશ્રેષ્ઠ દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલાત પર નજીકથી નજર રાખી રહ્યો છું.’


આ ઘટના શનિવાર સાંજે 5 વાગ્યેને 46 મિનીટ પર બની હતી. ટ્રેન સંખ્યા 18477 કલિંગ ઉત્કલ એક્સપ્રેસ પુરીથી હરિદ્વાર તરફ જઇ રહી હતી. એ દરમિયાન મુઝફ્ફરનગરના ખતોલી રેલ્વે સ્ટેશનની પાસે ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા. પાટા પરથી ઊતરેલા ડબ્બા ટ્રેક પાસે બનેલા મકાનો અને સ્કૂલ ઇમારતમાં ઘૂસી ગયા.

પાટા પરથી ઊતર્યા બાદ રેલના કેટલાક કોચ એક બીજામાં ઘૂસી ગયા. કેટલાક ડબ્બા એકબીજાની ઊપર ચઢી ગયા. આ ડબ્બામાં ફસાયેલા યાત્રીઓને બહાર નિકાળવા માટે ગેસ કટરથી ડબ્બા કાપવામાં આવ્યા. ડબ્બાઓને હટાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઘટના બાદ મેરઠ, અંબાલા, સહારનપુર ટ્રેકને બંધ કરી દેવામાં આવે.

You might also like