નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ આજે ર૦૧૬-૧૭ માટેનું રેલવે બજેટ રજૂ કરશે. સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે રેલવે બજેટ બધાને માટે સંતોષકારક હશે. સુરેશ પ્રભુ રેલવે પ્રવાસીઓને ખાસ કરીને રેલ ભાડામાં રાહત આપશે કે કેમ? અને બીજી કેવા પ્રકારની સુવિધાઓ આપશે તેના પર તમામની મીટ મંડાયેલી છે. ખાસ કરીને રેલ ભાડા વધારા અંગે સસ્પેન્સ પ્રવર્તે છે. એક વર્ગનું કહેવું છે કે સુરેશ પ્રભુ રેલ ભાડામાં વધારો કરશે. જ્યારે અન્ય એક વર્ગનું કહેવું છે કે સુરેશ પ્રભુ રેલ ભાડું વધાર્યા વગર પ્રવાસીઓને સવલતો અને સુવિધાઓની લહાણી કરશે.
જોકે અેક વાત એવી પણ છે કે રેલવે પ્રધાન ભાડામાં સીધો વધારો નહીં કરે, પરંતુ આડકતરી રીતે વિવિધ સુવિધાઓના દર બેક ડોર વધારીને રેલવે માટે આવક ઊભી કરવાનો પ્રયાસ કરશે. અા વખતે રેલવે બજેટમાં સૌથી વધુ ધ્યાન કસ્ટમર કેર અને સર્વિસ તેમજ રેલવે યાત્રાને હાઇટેક બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવશે. રેલવે પ્રધાન બજેટમાં રૂ.૧.રપ લાખ કરોડની વાર્ષિક યોજના રજૂ કરશે. આ વખતે રેલવે બજેટમાં નીચે દર્શાવેલી મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
• રેલવે પ્રધાન ગરીબો માટે ઓછા ભાડાવાળી સમર્થ ટ્રેનની જાહેરાત કરી શકે છે. જોકે કેટલીક નવી ટ્રેનોની પણ જાહેરાત થઇ શકે છે.
• રેગ્યુલર મેઇલ-એકસપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવશે. અત્યાધુનિક સુવિધાઓ સાથે વર્તમાન ટ્રેનોનો વિસ્તાર કરવામાં આવશે.
• રેલવે યાત્રાને હવે વધુ હાઇટેક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં વાઇફાઇ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
• રેલવેમાં આઇટી પર વધુ ધ્યાન આપવામાં આવશે. ટ્રેનોના સુરિક્ષત સંચાલન માટે ટ્વિટર, ફેસબુક, વોટસએપ જેવા સોશિયલ મીડિયાને એક પ્લેટફોર્મ પર લાવનારી વેબસાઇટ બનાવવાની જાહેરાત કરવામાં આવશે. ભવિષ્યમાં આ વેબસાઇટો પર ટ્રેનો સાથે જોડાયેલી તમામ માહિતી, ફરિયાદ, સૂચનો, ઉકેલ પ્રવાસીઓ મેળવી શકશે.
• ટ્રેનોમાં ભોજન સેવાને શ્રેષ્ઠ બનાવવા માટે ઇ કેટરિંગનું વિસ્તરણ કરવામાં આવશે. અેડ્વાન્સ પેસેન્જર રિઝર્વેશનનો સમય ૧ર૦ દિવસથી ઘટાડીને ૬૦ કે ૩૦ દિવસનો કરવામાં આવશે.
• ઓન બોર્ડ હાઉસકિપિંગ માટે ૪૦૦ ટ્રેનનો સમાવેશ કરીને સફાઇ વ્યવસ્થા પર વધુ ધ્યાન આપવામાં આવશે.
• મહિલાઓની સુરક્ષા માટે નવી મોબાઇલ એપ, ટ્રેનોમાં સીસીટીવી કેમરા આરપીએફ, જીઆરપીએફની નિમણૂક જેવાં પગલાં લેવામાં આવશે.
પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…
અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…
ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…