ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનનાં લાઇફ ટાઇમ પ્રેસિડેન્ટ બન્યા કલમાડી

નવી દિલ્હી : ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન (IOA)ની ચેન્નાઇમાં યોજાયેલી સામાન્ય સભામાં સુરેશ કલમાડી અને આઇએએલડીના વરિષ્ઠ નેતા અભયસિંહ ચૌટાલાને સર્વસમ્મતિથી લાઇફટાઇમ પ્રેસિડેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. તેનો પ્રસ્તાવ ભારતીય ઓલમ્પિક સંઘના સંયુક્ત સચિવ રાકેશ ગુપ્તાએ રાખ્યું હતું જેની બેઠકમાં રહેલા 150 લોકોએ સર્વસમ્મતીથી પસાર કર્યો હતો.

સુરેશ કલમાડી અને અભય ચૌટાલાને લાઇફટાઇમ પ્રેસિડેન્ટ બનાવવાનાં નિર્ણય અંગે રમતગમત મંત્રાલયે અચંબો વ્યક્ત કર્યો હતો. રમત મંત્રી વિજય ગોયલે કહ્યું કે આ અંગે IOA પાસે રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે. એક સવાલનાં જવાબમાં વિજય ગોયલે કહ્યું કે ભલે જ IOA સ્વાયત સંસ્થા પરંતુ સરકારથી મોટો કોઇ નિર્ણય નથી.

આઇઓએનાં સુત્રોએ જણાવ્યું કે આ નિર્ણય એસોસિએશનની પરંપરા અનુસાર જ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરેશ કલમાડી યુપીએ શાસનકાળનાં બહુચર્ચિત કોમનવેલ્થ ગોટાળામાં આરોપી છે. ઇન્ડિયન નેશનલ લોકદળ પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલાનાં પુત્ર અભય ચૌટાલા પણ આવકથી વધારે સંપત્તિનો કેસ ચાલી રહ્યો છે.

You might also like