VIDEO: સુરેન્દ્રનગરનાં રાવળિયાવદરમાં વીજતંત્રના વિરોધમાં ખેડૂતોનાં ધરણાં

સુરેન્દ્રનગરઃ જિલ્લા નજીક રાવળિયાવદરમાં ખેડૂતોનો ધરણા કાર્યક્રમ આજે સતત ત્રીજાં દિવસે પણ યથાવત્ જોવાં મળ્યો છે. સ્થાનિક વીજતંત્રનાં વિરોધમાં ખેડૂતો ધરણાં ધરી રહ્યાં છે. આ મામલે ખેડૂતોનો એવો આરોપ છે કે, વીજ કંપની દ્વારા ખોટી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે વીજ કંપનીનો એવો આરોપ છે કે, ચેકિંગ માટે આવેલી વીજ તંત્રની ટીમ પર ખેડૂતોએ હુમલો કર્યો હતો.

હાલ ખેડૂતોની એવી માંગ છે કે, ખેડૂતો સામે થયેલી ખોટી પોલીસ ફરિયાદ રદ કરવામાં આવે. આ માંગને લઈને આજુબાજુનાં 10 ગામોનાં ખેડૂતો ધરણામાં જોડાયાં છે. ખેડૂતોનાં આ આંદોલનને ધાંગધ્રાનાં ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ પણ સમર્થન આપ્યું છે. આ મુદ્દે આવતી કાલે ખેડૂતો કલેક્ટરને આવેદન આપીને વિશેષ રજૂઆત
કરશે.

You might also like