સુરતઃ વ્હોરા સમાજનાં અગ્રણી પર હુમલા મામલે આરોપી ઝહુર કુરેશીની ધરપકડ

સુરતઃ શહેરમાં વ્હોરા સમાજનાં અગ્રણી પર થયેલા હુમલા મામલે પોલીસે ઝુહર કુરેશીની ધરપકડ કરી છે. વ્હોરા સમાજનાં એક અગ્રણી પાસેથી 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે આ મામલે વસીમ બિલ્લા અને આરીફ સુરતી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રૂ.પ કરોડની ખંડણી વસૂલવા માટે આરિફ સુરતીનાં ઇશારે માથાભારે વસિમ બિલ્લા આણી ટોળકીએ લેસવાલા અને તેમનાં ૩ ડ્રાઇવરોને ચપ્પુનાં ઘા ઝીંકી દીધાં હતાં.

મહત્વનું છે કે, સોમવારે ઝાંપા બજાર વિસ્તારમાં વ્હોરા સમાજનાં અગ્રણી પર હુમલો થયો હતો. ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલાનાં ઘરમાં ઘુસીને વસીમ બિલ્લા સહિતની ગેંગનાં શખ્સોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે CCTVનાં આધારે ઝુહર કુરેશીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like