સુરતમાં યોગ દિવસની ઉજવણી, દિવ્યાંગ બાળકો યોગના કાર્યક્રમમાં જોડાયા

દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે સુરતમાં પણ યોગ દિવસમાં ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં ગણપત વસાવા, મેયર, સાંસદ અને ધારાસભ્યોએ યોગ કરીને ઉજવણી કરી હતી. આ દરમિયાન કલેકટર સહિતના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ રાજકોટમાં રેસકોર્ટ ગ્રાઉન્ડ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દિવ્યાંગો પણ બાળકો યોગ કરવા માટે જોડાયા હતા. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર ખાતે ચોથા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ દરમિયાન કેદ્રિય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ અને કલે~ટર સંદીપ સાગલે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકોએ વિવિધ યોગ કર્યા હતા. જેમાં બોલીવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી પણ હાજર રહ્યા હતા અને યોગ કર્યા હતા. સુનિલ શેટ્ટીએ ઉપસ્થિત તમામ લોકોને મિશન ફિટ ઈન્ડિયામાં સહકાર આપ્યો હતો.

You might also like