સુરતમાં સગો મામો જ બન્યો હવસખોર રાક્ષસ, પોતાની ભાણી સાથે આચર્યુ દુષ્કર્મ

સુરતઃ શહેરનાં સરથાણા વિસ્તારમાં મામાએ જ પોતાની સગી ભાણી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાંની એક ઘટના સામે આવી છે. સગા મામાએ જ પોતાની 14 વર્ષની ભાણી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું દુષ્કર્મ આચર્યુ હતું. ઘરમાં પરિવારજનો જ્યારે રાત્રે સુઇ રહ્યાં હતાં ત્યારે જ મામાએ તેનો ફાયદો ઉઠાવ્યો અન આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. બાળકીએ પોતાની માતાને આ સમગ્ર ઘટના વિશે જાણ કરતા પરિવારજનોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં મામા સામે ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે ફરિયાદનાં આધારે આરોપી મામાની અટકાયત પણ કરી હતી. હાલમાં મામાની અટકાયત કરીને પોલીસે આ સમગ્ર મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે આ અંગે કાર્યવાહી કરતા મામાની ધરપકડ કરી છે. ત્યારે આ પીડિત કિશોરીને મેડિકલ તપાસ માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

You might also like