સુરત દરિયાકિનારા પરથી બે મૃતદેહ મળ્યા, પોલીસે તપાસ હાથ ધરી

સુરત : સુરત દરિયાકિનારા પરથી અલગ-અલગ જગ્યાએથી બે મૃતદેહ મળી આવ્યા હતા. સુરતના ભીમપોર અને ડુમ્મસ ચોપાટી પરથી મૃતદેહ મળ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના ભીમપોર અને ડુમસ ચોપાટી દરિયા કિનારેથી અલગ-અલગ બે મૃતદેહ આજરોજ સવારે મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ અંગેની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે આ અંગેનો ગ્રુપ મેસેજ ફરતો કર્યો હતો. જેના કારણે છેલ્લા થોડા સમયથી કોઇની ગુમ થયેલાની ફરિયાદ લખાવામાં આવી હોય તો તેમા મદદ મળી શકે. સૌ પ્રથમ ભીમપોર ખાતે પ્રથમ મૃતદેહ મળ્યો હતો. જેના થોડા સમય બાદ થોડે દુર ડુમસ ચોપાટી પરથી બીજો મૃતદેહ મળતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

http://sambhaavnews.com/

You might also like