સુરતમાં પિસ્તોલ લઇને ફરતા અસામાજીક તત્વોનો આતંક, જુઓ CCTV VIDEO

સુરતઃ શહેરમાં અસામાજિક તત્વો બિલકુલ બેફામ બની ગયાં છે. શહેરનાં કુખ્યાત દિલીપ વાઘ તેનાં સાગરિતો સાથે વેડ રોડ પર વિસ્તારમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયો હતો. મધરાત્રીનાં સમયે કુખ્યાત દીલીપ વાઘનાં સાગરિતોનાં હાથમાં દેશી બનાવટની પિસ્તોલ જોવાં મળી હતી.

જાણે કે તેમને કોઈ કાયદાનો ભય કે ડર ના હોય તેમ ખુલ્લેઆમ હાથમાં પિસ્તોલ લઈને ફરતા આ અસામાજીક તત્વો CCTVમાં કેદ થયાં હતાં. બીજી તરફ અસામાજીક તત્વોએ ગોપીપુરા પોલીસ ચોકીમાં પણ ભારે તોડફોડ કરી હતી. અજાણ્યાં શખ્સોએ પોલીસ ચોકીનાં નકુચા અને તાળા તોડીને અંદર પ્રવેશીને કોમ્પ્યુટરમાં તોડફોડ કરી દીધી હતી.

શહેરમાં અસમાજીક તત્વોનો આતંક યથાવત્ રીતે જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અસામાજીક તત્વોએ પોલીસ ચોકીને નિશાન બનાવેલ છે. અસમાજીક તત્વોએ ગોપીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. કેટલાંક અજાણ્યાં શખ્સોએ પોલીસ ચોકીનાં નકુચા અને તાળા તોડીને અંદર પ્રવેશ્યાં હતાં. આ દરમ્યાન તેઓએ કોમ્પ્યુટરમાં તોડફોડ કરી નાખી હતી. જેથી પોલીસ ચોકીમાં 20 હજારનાં નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.

You might also like