સુરતમાંથી સાગી લાકડાનો જથ્થો ઝડપાયો, 2.38 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

સુરતઃ પીપલવાડા-ફેડરિયા રોડ પરથી સાગી લાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. માંડવી ફોરેસ્ટ વિભાગે સાગી લાકડાથી ભરેલ ટેમ્પો ઝડપ્યો છે. રૂ.1.86 લાખની કિંમતનાં 31 નંગ સાગી લાકડાંઓ મળી આવ્યાં છે અને ત્યાંથી ટેમ્પો ચાલક પણ ફરાર થઇ ગયો છે. ફોરેસ્ટ વિભાગે કુલ 2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે જંગલમાંથી ચોરી કરીને સાગી લાકડાનો જથ્થો લઇ જવાતો હતો.

ઉલ્લેખનીય છે કે સુરતનાં માંડવી ફોરેસ્ટ વિભાગે કડક કાર્યવાહી કરતા તેઓએ પીપલવાડા-ફેડરિયા રોડ પરથી એક ટેમ્પો ઝડપ્યો છે. જેમાં સાગી લાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. કહેવાય છે કે ટેમ્પોમાંથી 31 નંગ જેટલા સાગી લાકડાઓ મળી આવ્યાં છે.

જો કે સદનસીબે ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ ટેમ્પાચાલકને ઝડપવા માટે ફોરેસ્ટ વિભાગ અને પોલીસ પણ એક્શનમાં આવી છે. તેઓએ ટેમ્પાચાલકને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. ફોરેસ્ટ વિભાગે કુલ 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

You might also like