સુરતમાં નદી કિનારેથી નવજાત મળી આવતા ચકચાર : કુતરા કરાત હતા ખેંચાખેંચ

સુરત : ઉમરા વિસ્તારમાં આવેલા દમણ ફળીયા નજીકથી પસાર થતી તાપી નદીનાં કિનારેથી મૃત નવજાત મળી આવ્યું હતું. કાળી કોથળીમાં પેક કરીને ફેંકી દેવાયેલા નવજાતને કૂતરા અને નોળીયા ખેંચાખેંચ કરતા હતા. જેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બાળકીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવી હતી. કાળી કોથળીને કૂતરા અને નોળીયા ખેંચાખેંચ કરતા હતા. જેના પર એક બાળકનું ધ્યાન જતા તેણે તેના પિતાને જાણ કરી હતી. બાદમાં બાળકનાં પિતાએ પોલીસને જાણ કરી હતી.

તપાસ કરતા કોથળીમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. જેથી પોલીસે બાળકને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જો કે બીજી તરફ નવજાત બાળકને આવી રીતે કોણે ફેંકી દીધું હશે. કેવી રીતે આ બાળકને ફેંકવાનો જીવ ચાલ્યો હશે તે માતા પર ફિટકાર વરસાવ્યો હતો.

You might also like