સુરતઃ ઉદ્યોગપતિ વસંત ગજેરા સામે થયેલ FIR પર સુપ્રિમ કોર્ટનો સ્ટે

સુરતઃ ઉદ્યોગપતિ વસંત ગજેરા સામે જમીન વિવાદ મામલે થયેલ FRIને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જેથી સુપ્રીમ કોર્ટે હાલ આ મામલે પોલીસ તપાસ પર સ્ટે આપ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આગામી 26મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, કતારગામમાં રૂ.200 કરોડની જમીન મામલે વસંત ગજેરા, ચૂની ગજેરા સહિત અન્ય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ અને ડાયમંડ વેપારી વસંત ગજેરા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. કતારગામ પોલીસ મથકમાં વસંત ગજેરા અને તેનાં ભાઈ ચુની ગજેરા સામે ફરિયાદ દાખલ કરાઇ છે. કતારગામમાં આવેલ મહિલાની વડીલો પાર્જીત જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો હોવાનો તેમનાં પર આરોપ લાગ્યો છે.

મૃત વ્યક્તિને જીવિત બતાવી તેનાં નામનાં ખોટા પુરાવાઓ ઉભા કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. જેને લઇ તેઓની વિરૂદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે હવે આ મામલે કરવામાં આવેલ FIRને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જેથી સુપ્રીમ કોર્ટમાં આગામી 26મી એપ્રિલે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.

You might also like