સુરત જીલ્લા SOGએ કેમિકલ ચોરતી ટોળકી ઝડપી

સુરતઃ જીલ્લા SOGએ કેમિકલ ચોરતી એક ગેંગ ઝડપી પાડી હતી. ઉલ્લેખનીય છે કે કામરેજનાં વાવ નજીકથી ટેન્કરમાંથી કેમિકલ ચોરી થતી હતી. SOGએ ટેન્કરમાંથી કેમિકલ ચોરતાં 2 શખ્સો ઝડપી પાડ્યાં હતાં.

ભરૂચથી ઇથાઇલ કેમિકલ ભરેલું ટેન્કર વાપી લવાઈ રહ્યું હતું. તેઓ ટેન્કરનો નટ ખોલીને કેમિકલની ચોરી કરતાં હતાં. રૂપિયા 11 લાખનાં કેમિકલ સહિત રૂપિયા 19 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સુરત જીલ્લા SOGએ કેમિકલ ચોરતી ગેંગ ઝડપી
કામરેજનાં વાવ નજીકથી ટેન્કરમાંથી થતી કેમિકલ ચોરી
SOGએ ટેન્કરમાંથી કેમિકલ ચોરતાં 2 શખ્સો ઝડપ્યાં
ભરૂચથી ઇથાઇલ કેમિકલ ભરેલું ટેન્કર વાપી લવાઈ રહ્યું હતું
ટેન્કરનો નટ ખોલીને કરતા હતાં કેમિકલની ચોરી
રૂ.11 લાખનાં કેમિકલ સહિત રૂ.19 લાખનો મુદ્દામાલ કબ્જે
2 શખ્સોને ઝડપીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાઈ

You might also like