સુરતમાં ફ્લેટમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, સ્થાનિક મહિલાઓએ કર્યો હલ્લાબોલ

સુરત: શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. જેમાં થાઈલેન્ડની 3 મહિલાઓ સહિત 4 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખીને આ રેકેટ ચલાવવામાં આવતું હતું. જો કે પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરીને આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાં આવેલાં એક જાણીતા ફ્લેટમાં જોરશોરથી દારૂની પાર્ટી ચાલતી હોવાની માહિતી સોસાયટીનાં સ્થાનિકોને ખ્યાલ આવી જતાં ત્યાંની સ્થાનિક મહિલાઓએ જ મોડી રાત્રે ફ્લેટમાં ઘુસીને રેડ પાડી હતી. જેમાં થાઈલેન્ડની 3 મહિલા અને 4 યુવાનો મળી આવ્યાં હતાં.

જો કે બાદમાં નજીકનાં પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે યુધ્ધનાં ધોરણે ઘટના સ્થળ પર પહોંચીને તમામની અટકાયત કરી હતી. જો કે રંગે હાથે ઝડપાયેલ તમામ લોકો નશો કરી રહેલ હોવાનું માલૂમ પડતા પોલીસે સ્થાનિક સરકારી દવાખાને મેડિકલ ચેક અપ માટે તમામને મોકલી દેવાયાં હતાં અને બાદમાં તમામનાં બ્લડ સેમ્પલ પણ લેવાયાં હતાં.

You might also like