સુરત-રાજકોટમાં સ્પોર્ટસ એકેડમી કાર્યરત થશે : નાનુભાઈ વાનાણી

અમદાવાદ : વડોદરા, નડિયાદ, અમદાવાદ અને ભાવનગરમાં સ્પોર્ટસ એકેડમી કાર્યરત કરાઈ હતી. આગામી સમયમાં સુરત અને રાજકોટમાં સ્પોર્ટસ એકેડમી શરૂ કરાશે તેમ આજે રમતગમત રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું. રાજ્યના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા ૧૭ (ખેલાડીઓને રમત ગમત રાજ્ય મંત્રી નાનુભાઈ વાનાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ રમતો માટે સરદાર પટેલ, એકલવ્ય તથા જયદિપસિંહજી સિનિયર-જુનિયર અને સાહસ, શૌર્ય, સેવા, તેમજ જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય દાખવનાર વ્યક્તિઓને  રાજ્યપાલનો સુવર્ણચંદ્રક અને એક વ્યક્તિને ગુણવત્તા પ્રમાણપત્ર પેટે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

મંત્રી નાનુભાઈ વાનાણીએ ખેલાડીઓને સન્માનિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો હવે વેપાર ક્ષેત્રે કાઠુ કાઢીને હવે રમતમાં ભાગ લેતા થયા છે જે આનંદની બાબત છે.  છેલ્લે કેરળમાં યોજાયેલી ૩૫મી નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતે ૯મો ક્રમ પ્રાપ્ત કરી ૨૦ મેડલ મેળવતા રમતીવારોને અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદના ધમરશી દેસાઈ રોડ અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા બાદ માનવ સેવા એજ પ્રભુસેવા માની હાથ-પગ કપાયેલા લોકો માટે જયપુર બનાવટના કૃત્રિમ હાથ-પગ બનાવવા બદલ રાજ્યપાલનો સુવર્ણચંદ્રક અને રૂ. ૫૦,૦૦૦ રોકડ તથા પ્રમાણપત્ર, વડોદરાના તરંગ મિસ્ત્રીએ તા. ૯-૩-૨૦૧૨ નારેશ્વર નદીમાં ડૂબી રહેલા ૪ વ્યક્તઓને બચાવતા રાજ્યપાલનો સુવર્ણચંદ્રક તથા રૂ. ૫૦,૦૦૦ રોકડ તથા વલસાડની કુ. સાક્ષી શ્રીવાસ્તવે પાણીની ટાંકીમાં પડી ગયેલી શ્રેયા નામની બાળકીને બચાવવા બદલ રૂ. ૨૫,૦૦૦ રોકડ અને રોકડ પુરસ્કાર તથા ગુણવત્તા પ્રમાણપત્ર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

You might also like