VIDEO: સુરતનાં નાના વરાછામાં ધોધમાર વરસાદ, 5 સેકન્ડમાં જ દિવાલ ધરાશાયી

સુરતઃ શહેરનાં નાના વરાછા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વંદના સોસાયટી પાસે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. ખાડીમાં પાણી ભરાતા આ દિવાલ ધરાશાયી થઈ છે. જો કે સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી. જો કે પાંચ સેકન્ડમાં જ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે કે જેનાં દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ભારે જમાવટ કરી છે. ગઈ કાલનાં રોજ થયેલાં ભારે વરસાદ બાદ આજે સવારનાં રોજ સુરતમાં ભારે વરસાદ થયો હતો. આ કારણોસર જ શહેરનાં ઘણાં ખરાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

શહેરનાં ડિંડોલી, લિંબાયત, વીઆઈપી રોડ તેમજ ઉધના અને નાના વરાછા જેવાં વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ચારે બાજુ પાણી ભરાઈ ગયાં હતાં. શહેરનાં વિવિધ રેલ્વે અંડરપાસ તેમજ અન્ડરબ્રિજો પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. મહત્વનું છે કે શહેરનાં નાના વરાછા વિસ્તારમાં આવેલ વંદના સોસાયટી પાસે દિવાલ ધરાશયી થઇ હતી.

You might also like