સુરતી લાલાઓનું રેલવે સ્ટેશન રંગીન બની રહ્યું છે

દેશમાં સુરતનું રેલવે સ્ટેશન એકમાત્ર એવું સ્ટેશન છે જે પહેલા માળે આવેલું છે. આ સ્ટેશનને કોમર્શિયલ ટચ સાથે અત્યાધુનિક બનાવવાનો મેપ તૈયાર થઈ ગયો છે. જોકે એ કામ શરૂ થાય ત્યારે ખરું, પરંતુ હાલ તો આખું સ્ટેશન રંગીન બનાવાઈ રહ્યું છે. મુંબઇની એક હીરાની કંપનીએ આખા સ્ટેશન પર સફાઇ કરાવીને તેની દીવાલોને ચીતરી નાખી છે. અલબત્ત, સુરત અને દક્ષિણ ગુજરાતની ઓળખ હોય તેવાં ચિત્રો આ સ્ટેશનની દીવાલો પણ દોરવામાં આવી રહ્યાં છે.

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ સ્ટેશનોને સ્વચ્છ કરવાના શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે જ આ કાર્યવાહી થઈ રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જે અંતર્ગત ૭૦થી વધુ પેઇન્ટર્સ અને તેમના સહયોગીઓ સ્ટેશનની સજાવટ અને રંગીન કરવાનું કામ કરી રહ્યા છે. આ માટે સુરતની કેટલીક સ્થાનિક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે.
સ્ટેશન પર ૬૦ જેટલી જગ્યાઓ શોધીને જ્યાં વધુ પ્રમાણમાં ગંદકી થતી હોય ત્યાં લોકો ફરી ગંદકી ના કરે તે હેતુથી દીવાલો પર વિવિધ પેઇન્ટિગ કરાયાં છે. જોકે, પેઇન્ટિંગ ઉપર પાન અને માવા ખાઇને વધારાનુંં પેઇન્ટિંગ ન થઈ જાય તેની કાળજી હવે સ્ટાફે જ રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે મુંબઇ ઉપરાંત વાપી અને અન્ય સ્ટેશનો પર પણ સ્થાનિક સંસ્થાઓએ પેઇન્ટિંગ કરીને આકર્ષણ વધારવાનું કામ અગાઉ કર્યું હતુંં.
http://sambhaavnews.com/

You might also like