અમદાવાદ લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ એક્શનમાં, એક જ દિવસમાં દારૂનાં 140 કેસ

સુરતઃ અમદાવાદ કથિત લઠ્ઠાકાંડનાં પડઘા હવે છેક સુરતમાં પડ્યાં છે. સુરત પોલીસ દ્વારા દેશી દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યાં છે. પોલીસે એક જ દિવસમાં દારૂનાં 140 કેસ નોંધ્યાં છે. એક જ દિવસમાં 115 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ દરમ્યાન પોલીસે 1489 લીટર દેશી દારૂ, 6360 લીટર કેમિકલવાળો દારૂ અને 350 વહીસ્કી બિયરની બોટલો પણ કબ્જે કરી છે. ત્યારે હવે પોલીસે દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડનો મામલો બહાર આવ્યાં બાદ રાજ્યની પોલીસ હવે સજાગ થઇ ગઇ છે. જાણે કે પોલીસે રાજ્યભરમાં દારૂ વિરૂદ્ધ અભિયાન છેડ્યું હોય. પોલીસ ચારે બાજુ ઠેર-ઠેર દરોડા પાડી રહી છે.

પોલીસે રાજ્યનાં ઘણાં ખરા વિસ્તારોમાં દરોડા પાડીને ઘણાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપ્યો છે તો ક્યાંક ક્યાંક પોલીસે ખાલી હાથે પાછું પણ ફરવું પડ્યું છે. સમગ્ર રાજ્યની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે કડક કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાંચે અનેક જગ્યાઓએ રેડ પાડીને ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવાનું અભિયાન હાથ ધર્યું છે તેમજ ભઠ્ઠીઓ પર દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં વિવિધ પદાર્થોનો પણ ચારે બાજુ નાશ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ પોલીસે શહેરનાં કમિશ્નરોનાં આદેશ બાદ હવે રીતસરનો દારૂની ભઠ્ઠીઓ અને વેચાણનાં અડ્ડાઓ પર ભારે સપાટો બોલાવ્યો છે.

You might also like