સુરત પાંડેસરા રેપ-મર્ડર કેસની 13 દિવસ પછી ગુત્થી ઉકેલાઈ, 3 આરોપીઓની ધરપકડ

સુરતઃ શહેરમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. 11 વર્ષથી બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનનાં ગંગાપુરથી આરોપી કાકાની ધરપકડ કરી લીધી છે.

આ દરમ્યાન પોલીસને હ્મુમન ટ્રાફિકિંગની લિંક પણ મળી આવી છે. બાળકી સાથે માતાનો પણ સોદો કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે. ત્યારે હવે આરોપીને અમદાવાદમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે, આ મામલે ક્રાઈમ બ્રાંચે 2 આરોપીઓની અટકાયત પણ કરી હતી.


આ કેસમાં બાળકીનાં પરિવારજનો જ આરોપીઓ નિકળ્યાં છે. પોલીસે હત્યામાં વપરાયેલી કાર પણ કબ્જે કરી છે. ત્યારે હવે પોલીસે આરોપીઓની ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2 આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં બાળકીનાં પરિવારજનો જ આરોપી નિકળ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં 11 વર્ષની બાળકી સાથે ક્રુરતાની તમામ હદો પાર કરી નાખવાની એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં બાળકી સાથે જે રીતે ક્રૂરતા આચરવામાં આવી હતી તે સાંભળીને આપને જોરદાર આંચકો લાગી જશે. આ માસૂમ બાળકીનાં મૃતદેહ પરથી ઈજાનાં 86 નિશાન નજરે આવ્યાં હતાં.

મહત્વનું છે કે બાળકીની લાશ સુરતનાં ભેસ્તાનમાંથી 6 એપ્રિલનાં રોજ મળી આવી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભેસ્તાનમાં જીયાવ-બુડિયા રોડ પર સ્થિત સાઈ મોહન સોસાયટી પાછળનાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી આ 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ બાળકી સાથે જે થયું તે જાણીને તો શેતાન પણ શરમાઈ જાય.

You might also like