સુરત પાંડેસરા રેપ મર્ડર કેસમાં બાળકી સાથે માતાની પણ હત્યાનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ: સુરતમાં બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યાના મામલામાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. હજુ તો ગઈ કાલે જ પોલિસના હાથે 3 આરોપીઓ લાગ્યા હતા. તે પણ 13 દિવસની તપાસ બાદ મળી આવ્યા હતા. તે બાળકીની ઓળખ પણ કરવામાં આવી ગઈ હતી. પરંતુ તેના પરિવાર સાથે કોઈ સંપર્ક થયો નહતો. ને હવે અમાદાવાદ ક્રાઈમ બ્રાંચેને આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.

આ કેસમાં બાળકી ઉપરાંત માતાની પણ હત્યા કરવામાં આવી છે. બાળકી અને તેની માતાને રૂપિયા 35 હજારમાં ખરીદવામાં આવ્યા હતા. હવે તપાસ એ કરવાની રહે છે કે કોણે આ લોકોને વેંચ્યા હતા.

હરીશસહ ગુર્જરે બાળકી અને તેની માતાને રાજસ્થાનના ગંગાપુરથી ખરીદ્યા હતા, ત્યારબાદ બંનેને સુરતમાં ટાઇલ્સ ફિશટગ માટે લાવવામાં આવ્યા હતા. આ કેસમાં અમદાવાદની ક્રાઇમ બ્રાંચે આરોપી હર્ષ સાંઇ સહિત કુલ 5 આરોપીઓની અટકાયત કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અટકાયત બાદ તમામને અમદાવાદ લાવવામાં આવ્યા છે. હરીશસહ તે હર્ષ સાંઇનો ભાઇ છે. હાલ આ કેસમાં ક્રાઇમબ્રાંચ તપાસ કરી રહી છે.

You might also like