VIDEO: સુરતમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર ઘાતક હુમલો, હાર્દિકે કર્યા પ્રહાર

સુરતઃ શહેરમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરવામાં આવ્યો હોવાંની એક ઘટના સામે આવી છે. વરાછામાં તાપી દર્શનનાં ગેટે કારમાં આવેલાં 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે કથિરીયાએ અભીજીરા અને તેનાં સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. ઘરનાં ગેટ પાસે જ અલ્પેશ કથીરિયા પર હુમલો કરનારાઓ પાસે તિક્ષ્ણ હથિયાર હતાં અને આ હુમલામાં આ અલ્પેશ કથીરિયાને ઇજા પણ પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન (PAAS)નાં કન્વીનર અલ્પેશ કથીરિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં સોસાયટીમાં અલ્પેશ પર હુમલો થયો છે. જો કે મહત્વનું છે કે અલ્પેશને મળવા આવેલાં અભીજીરાએ તેનાં મિત્રો સાથે તેની પર હુમલો કર્યો છે. અલ્પેશને કહેવામાં આવ્યું કે,”તું પાટીદાર નેતા બને છે. તેમ કહીને ચપ્પા વડે હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ હુમલા બાદ અલ્પેશે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

મહત્વનું છે કે આ હુમલાને વખોડતા અલ્પેશ પર હુમલો થયા બાદ PAAS કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિકે પોતે ટ્વીટ કરતા કહ્યું કે,”સુરતનાં યુવા નેતા અલ્પેશ કથીરિયા પર ભાજપનાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો. અલ્પેશ કથીરિયાની આંખ પર ઇજા. આ ઘટના ખુબ જ શરમજનક છે.”

You might also like