સુરતઃ 24 કલાકમાં વધુ એક હત્યા, પોલીસે તપાસ હાથ ધરી……

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે, ધોળે દિવસે હત્યા થવી એ જાણે એક સમાન્ય બાબત બની ગઈ છે. હજુ એક ગેંગસ્ટરની હત્યાને હજુ 24 કલાકનો સમય પણ નથી થયો ત્યા નવી પારડી ગામની સીમમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરનાર શખ્સ મૃતદેહને બાંધી ગટરમાં ફેંકી પોતે ફરાર થઈ ગયો હતો.

હત્યાના બનતા વારંવારના બનાવથી પોલીસની કાર્યક્ષમતા પર પણ સવાલોની વણઝાર ઉભી થઈ છે. અજાણ્યા ઈસમે પારડી ગામની સીમમાં એક યુવકની હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દિધી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં બની રહેલી હત્યાની ઘટનાઓથી શહેરમાં ફફડાટ ફેલાયો છે. આમ વારંવાર બની રહેલા હત્યાના બનાવો એ પોલીસની કામગીરી પર ચોક્કસથી સવાલો ઉભા કરી રહ્યા છે.

You might also like