સુરત મનપાનાં દબાણની કાર્યવાહીથી એક વૃદ્ધનું હાર્ટએટેકથી મોત

સુરતઃ શહેરનાં કતારગામ ઝોનમાં એક વૃદ્ધને ત્યાં મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેવામાં જ તે વૃદ્ધને એકાએક ઘટનાસ્થળે હાર્ટઅટેક આવી ગયો હતો. આ હાર્ટએટેકનાં કારણે તે વૃદ્ધને હોસ્પિટલ લઈ જતાં તે વૃદ્ધનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું.

જેથી આ વૃદ્ધનાં પરિવારે એવો આક્ષેપ લગાવ્યો હતો કે,”મનપાની ટીમ નોટિસ વગર જ દબાણ હટાવવા આવી પહોંચી હતી અને વૃદ્ધે કેટલાંક પુરાવા પણ આપ્યાં છતાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ પરિવારજનોએ વૃદ્ધનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. આ મામલે પરિસ્થિતી વણસી જતાં મનપાની ટીમે બાદમાં તત્કાલિક ધોરણે કામ અટકાવીને તેઓ પરત ફર્યા હતાં.”

મહત્વનું છે કે તાજેતરમાં જ સુરત શહેરમાં મનપા વિભાગે શહેરમાં આવેલ કતારગામ વિસ્તારમાં એક જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને જોતાં એક વૃદ્ધને અચાનક જ ત્યાં હ્રદયરોગનો હુમલો થયો હતો. જેથી તે વૃદ્ધને બાદમાં તત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં. પરંતુ તેઓનું રસ્તામાં જ હોસ્પિટલ લઇ જતી વખતે મૃત્યુ નિપજ્યું હતું.

You might also like