સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાની દયનીય હાલત, શું આમ ભણશે ગુજરાત?

સુરતઃ રાજ્યનાં મંત્રીઓ જાહેર કાર્યક્રમ દરમ્યાન જોરશોરથી નારાઓ લગાવે છે કે “ભણશે ગુજરાત”. પરંતુ કયારેય શહેર સહિતનાં ગામડાઓમાં આવેલી શાળાઓની કયારેય મંત્રીઓએ મુલાકાત લીધી નથી. ત્યારે સુરતનાં કંતારાની એક શાળાની હાલત જોઈને અહીં એવો સવાલ ઉભો થાય છે કે, શું આવી રીતે ભણશે ગુજરાત.

મહાનગરપાલિકા સંચાલિત શાળાની હાલત દયનીય હોવાનું સામે આવ્યું છે. કંતારા ગામની શાળા ક્રમાંક 317 ખંડેર હાલતમાં જોવા મળી છે. શાળામાં ધોરણ 1થી 4નાં વિધાર્થીઓ ભયનાં ઓથાર હેઠળ ભણતર કરી રહ્યાં છે.

શાળામાં દરેક કલાસની અંદર દિવાલમાં મસમોટી તિરાડ જોવાં મળી છે. આ સાથે જ શાળામાં શૌચાલય સહિતની સુવિધાનો પણ અભાવ છે. છતાં તંત્ર દ્વારા શાળાની મરામતની કોઇ જ દરકાર લેવામાં આવતી નથી.

આખરે શહેરની શાળાઓની આવી હાલત જોઇને ઘણાં બધાં સવાલો ઉભા થાય છે. કે શું આખરે તંત્ર ક્યાં જતું રહે છે? કેમ તંત્ર જાગ્રત નથી રહેતું? શું આ જ રીતે ગુજરાત ભણશે? આખરે કેમ શાળાની આવી ખંડેર હાલત છે?

કંતારા ગામની શાળા ક્રમાંક 317 ખંડેર હાલતમાં જોવાં મળી રહી છે ત્યારે શું બાળકો આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને ક્યાં સુધી ભણતર કરશે? જો ભણતી વેળાએ વિદ્યાર્થીઓને કંઇ પણ થઇ જશે તો આખરે તેને લઇને જવાબદાર કોણ રહેશે? જેવાં અનેક સવાલો ઉભા થાય છે.

You might also like