સુરતઃ મનપાની સામાન્ય સભામાં જળસંચય અભિયાન અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષનો હોબાળો

સુરતઃ શહેરનાં મનપાની સભામાં આજે વિપક્ષે ભારે હોબાળો કર્યો હોવાંની એક ઘટના સામે આવી છે. જળસંચય અભિયાન અને ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો હતો. મેયર સામે કોંગ્રેસે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતાં.

કોંગ્રેસનાં કોર્પોરેટર ભૂપેન્દ્રસિંહ સોલંકીએ મેયરને અપશબ્દો કહ્યાં હતાં. કોંગ્રેસી કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીને સસ્પેન્ડ કરવાની ભાજપે માંગ કરી છે.

સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં પાલ-ઉમરા બ્રિજ, જળસંચય અભિયાન તેમજ ભાજપનાં કોર્પોરેટર મીના રાઠોડ લાંચ કેસ બાબતે ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે ભાજપ શાસકોને આડે હાથ લીધાં હતાં.

જેમાં કોંગ્રેસનાં કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીએ મેયર અસ્મિતા શિરોયાને શરમ કરો જેવાં શબ્દોનો પ્રયોગ કરતા સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો.

ભાજપનાં અન્ય સદસ્યોએ ભુપેન્દ્ર સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. ભાજપનાં મહિલા કોર્પોરેટર મીના રાઠોડ લાંચ કેસમાં પકડાતા ફરી વાર કોંગ્રેસનાં કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીએ રજુઆત કરવાની માંગ કરી હતી.

મેયર શરમ કરો તેવું ઉચ્ચારણ કોંગ્રેસનાં કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીએ કર્યું હતું. જો કે મેયર દ્વારા તેમને બોલવાની તક નહીં આપવામાં આવતા ભુપેન્દ્ર સોલંકી દ્વારા સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

જો કે ડાયસ્ક પરથી મેયરે તેમને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેમજ મેયરને માટે અપશબ્દોનો પ્રયોગ કરાતા ભાજપનાં કોર્પોરેટરોએ ભુપેન્દ્ર સોલંકીને સસ્પેન્ડ કરવાની પણ વિશેષ માંગ કરી હતી.

You might also like