સુરતઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રા યોજાઇ, 1500થી વધુ મહિલાઓ જોડાઈ

728_90

સુરતઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેરમાં કાપોદ્રાથી મહિલાઓની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ યાત્રામાં 1500 જેટલી મહિલાઓ જોડાઇ હતી. આ કાવડયાત્રા કાપોદ્રાનાં મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઇ હતી અને પુણાગામ ખાતે આવેલ શિવ ભક્તિ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી.

મહત્વનું છે કે કાપોદ્રાથી શરૂ થયેલી આ કાવડયાત્રા પુણાગામમાં પહોંચશે. પુણાગામમાં મહિલાઓ પાણી ભરીને શિવજીનો અભિષેક પણ કરશે.

આ યાત્રામાં એક સરખા ડ્રેસ પહેરીને મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ હતી. આ ઉપરાંત વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક ઘણી જગ્યા પર સ્વાગત માટેનાં પોઈન્ટો પણ ગોઠવવામાં આવ્યાં છે. જ્યાં લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ યાત્રામાં જોડાનાર સ્વયં સેવક ભાઈ બહેનોને ટી-શર્ટ પણ આપવામાં આવી હતી.

You might also like
728_90