સુરતના કતાર ગામમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ એકનું મોત નિપજતાં મૃત્યું અાંક ત્રણ

અમદાવાદ: તાજેતરમાં સુરતના કતાર ગામમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અગાઉ બે વ્યક્તિના મોત નિપજ્યાં બાદ ગઈ મોડી રાતે વધુ એકનું મોત થતાં મૃત્યું અાંક ત્રણ ઉપર પહોંચ્યો છે. જ્યારે હજુ ત્રણ વ્યક્તિની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના કતાર ગામમાં અાવેલી ઝુપડપટ્ટીમાં ઝેરી દારૂનું વેચાણ છેલ્લા કેટલાક વખતથી થતું હતું. અા ઝેરી દારૂ પીવાના કારણે બે વ્યક્તિના બે દિવસ અગાઉ મોત થયાં હતાં. જ્યારે પાંચ વ્યક્તિ સારવાર હેઠળ છે જેમાંથી એકનું ગઈ મોડી રાતે મોત થયું હતું. હજુ ત્રણ વ્યક્તિની હાલત અત્યંત નાજુક છે.

કતાર ગામમાં લઠ્ઠાકાંડ સર્જાતા પોલીસે સુરત શહેરભરમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે અને હજારો લીટર દેશી દારૂનો નાશ કર્યો છે. પોલીસ કમિશનરે પણ પરિસ્થિતિની ગંભીરતા પારખી જાતે શહેરનો રાઉન્ડ લીધો હતો અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.

સુરત શહેરમાં દારૂ ન ઘૂસે તે માટે સુરતમાં દાખલ થતાં તમામ માર્ગો પર ગઈ રાતથી નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ પણ શરૂ કરી દેવામાં અાવ્યું છે અને દેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોની ધરપકડનો દોર શરૂ કરવામાં અાવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like