સુરતના કતારગામ બાદ હવે વસ્તાદેવડી રોડ પર અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો

સુરતના કતારગામમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. જેનાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે અસામાજીક તત્વોએ વસ્તાદેવડી રોડ પર આંતક મચાવતાં મામલો વધુ ગરમાયો છે.

આ અસામાજીક તત્વોએ ઘાતક હથિયારો સાથે દુકાનદારો અને કામદારો પર જીવલેણ હુમલો કર્યો છે. આ અસામાજિક તત્વોના કારણે દુકાનદારો પોતાનો ધંધો પણ શાંતિથી કરી શકતા નથી. ઉપરથી હુમલાની પણ બીક સતાવે છે.

દુકાનદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, અસામાજીક તત્વો દ્વારા ધમકીઓ આપીને લોકો પાસેથી નાણા વસૂલવામાં આવે છે. જો કે આ અસામાજિક તત્વોની દાદાગીરી એક CCTVમાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજના આધારે કતારગામ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

You might also like