600 રત્ન કલાકારોને બોનસમાં મળશે કાર ગિફ્ટ, PM મોદી દિવ્યાંગ યુવતીઓને આપશે ગાડીની ચાવી

સુરતઃ શહેરમાં રત્ન કલાકારોને આ વર્ષે ફરી વાર બોનસમાં કાર મળશે. હરિકૃષ્ણ એક્સપોર્ટ પોતાનાં રત્ન કલાકારોને કાર આપશે. કંપની 600 જેટલાં રત્ન કલાકારોને દિવાળી બોનસમાં કાર ભેટમાં આપશે. PM મોદી દિલ્હીમાં કંપનીની દિવ્યાંગ યુવતીને કારની ચાવી આપશે. PM મોદી વીડિયો કોન્ફરન્સથી રત્ન કલાકારોને સંબોધન કરશે. અત્યાર સુધી 1800 કાર કંપનીનાં કારીગરોને બોનસ પેટે આપવામાં આવી છે. આવતી કાલે સવારે 10.30 કલાકે આ કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડાંક સમય પહેલાં પણ શહેરમાં ભામાશા તરીકે ઓળખાતા ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાની વધુ એક વખત દરિયાદિલી સામે આવી હતી. હરિકૃષ્ણ એક્સપોર્ટનાં માલિક સવજીભાઈની દરિયાદિલીથી તો સૌ કોઈ વાકેફ છે. મહત્વનું છે કે તેઓએ પોતાની કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને દિવાળીનો સમય આવતાં હવે અવનવી ગિફ્ટ આપવા સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓનાં કારણે તેઓનું નામ જાણીતું છે.

સવજીભાઈએ પોતાનાં કર્મચારીઓને દિવાળી ભેટ તરીકે મર્સિડીઝ કાર આપી હતી. SRK ડાયમંડમાં આનંદીબેનનાં હસ્તે 3 કર્મચારીઓને એક કરોડથી વધુની કિંમતની મર્સિડીઝ કાર ભેટ અપાઇ હતી. આ ઉપરાંત એક કર્મચારીનું મોત થતાં તે કર્મચારીનાં પરિવારને 1 કરોડનો ચેક પણ અર્પણ કર્યો હતો.

You might also like