સુરતમાં કોંગ્રેસ દ્વારા GST નો અનોખો વિરોધ, શોલે ફિલ્મના પાત્રોના ગેટઅપમાં કરાયો વિરોધ

સુરતમાં કોંગ્રેસ દ્વારા જીએસટીનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધીના જીએસટી એટલે ગબ્બરસિંહ ટેક્સને લઇને શોલે ફિલ્મના પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

જ્યારે પણ રાહુલ ગાંધી સભામાં જીએસટીને લઇને નિવેદન આપતા ત્યારે તેઓ જીએસટીને ગબ્બસિંહ ટેક્સ કહેતા હતા. ત્યારે આજે સુરત શહેરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જીએસટી એટલે ગબ્બરસિંહ ટેક્સને લઇને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રોડ પર શોલે ફિલ્મના પાત્રો દ્વારા પ્રજા સમક્ષ જીએસટીનો વિરોધ રજૂ કર્યો હતો.

 

You might also like