સુરતઃ અત્યારે 21મી આ આધુનિક સદીમાં આપણે જીવનમાં સુખ સમૃદ્ધિને લઇને ચારે બાજુ આમથી તેમ દોડધામ કરી રહ્યાં છીએ ત્યારે મુંબઈની એક ગોલ્ડ મેડાલિસ્ટ MBBS યુવતી દીક્ષા લેવા જઈ રહી છે. ટેક્સટાઈલ અને ડાયમંડ નગરી તરીકે ઓળખાતું શહેર ફરી દીક્ષાનાં શહેર તરીકે જૈન ધર્મમાં ઓળખ મેળવી રહ્યું છે.
શહેરમાંથી અને અન્ય શહેરમાંથી પણ દીક્ષાનાં ભાવ જાગ્રત થતાં બાળકો યુવાનોથી લઈને વડીલો પણ સંસારની મોહમાયા છોડીને જૈન ધર્મમાં ગુરૂ ભગવંતોએ પ્રશસ્ત કરેલાં સંયમનાં માર્ગે નીકળી પડે છે. ત્યારે મુંબઈમાં તબીબી અભ્યાસમાં ગોલ્ડ મેડલ મેળવી દર્દીઓની સેવા કરતી હિના કુમારીને દીક્ષાનો ભાવ આવતાં સ્ટેથોસ્કોપ છોડીને ઓધો ગ્રહણ કરશે.
દીક્ષાનાં માર્ગે જઈ રહેલ ડોકટર હિના કુમારીએ મહારાષ્ટ્ર અહેમદનગર યુનિવર્સિટીમાંથી MBBS કર્યું છે. સુરતમાં 18 જુલાઈએ ડોકટરનું તે વૈભવી જીવન છોડી એક જૈન ભિક્ષુક સાધ્વી બનીને હવે જીવન વ્યથિત કરશે. ઉલ્લેખનીય છે કે, કરોડપતિ પિતાની 30 વર્ષની દિકરી આધ્યાત્મિક વાતો કરે છે.
મહત્વનું છે કે હિનાએ પોતાનાં જીવનમાં દુઃખ ક્યારેય જોયું નથી. હિનાએ જણાવ્યું કે, તે પોતે ધોરણ-12માં હતી ત્યારે દીક્ષા લેવાનું વિચાર્યું પરંતુ પરિવારનાં લોકો તૈયાર થયાં નહીં, પિતા એવું ઈચ્છતા હતાં કે, હિના ડોકટર બને અને એક ટ્રસ્ટની હોસ્પિટલમાં મેં અઢી વર્ષ નિઃશુલ્ક સારવાર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મેં-જૂન મહિનામાં ઉમરગામ દરિયાકિનારે યોજાયેલ સાધ્વી વિવેકમાલા શ્રીજી મ.ની 8મી ટિનેજર્સ કન્યા શિબિરમાં કરોડપતિની દીકરીઓ સહિતની યુવતીઓએ ખરાબ સંગત ન કરવાનાં દ્રઢ સંકલ્પ કર્યાં હતાં. આ શિબરમાં યુવતીઓએ 7 દિવસ ગુરૂ પાસે વિતાવ્યાં હતાં. જેમાં યુવતીઓએ વિદાય લેતાં પહેલાં કેટલાંક દ્રઢ સંકલ્પો કર્યા હતાં. ત્યારે આ શિબિરમાં ડો. હીના પણ હતી કે જે હવે સંસારનો ત્યાગ કરીને આવતી કાલે દીક્ષા ગ્રહણ કરવા જઇ રહી છે.