સુરતઃ રખડતા પશુઓ મામલે મનપા અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ

સુરતઃ શહેરમાં પશુપાલકોની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રખડતા પશુઓને પકડવા માટે આવેલા મનપાનાં અધિકારીઓ સાથે પશુપાલકોએ મળીને દાદાગીરી કરી છે. ગાયને છોડાવવા માટે પશુપાલકોએ મારામારી કરી હતી.

મહત્વનું છે કે, શહેરમાં રસ્તા વચ્ચે પશુઓને છોડવામાં આવે છે. જેનાં કારણે મનપા દ્વારા પશુઓને પકડવામાં આવે છે. ત્યારે શહેરનાં ભટાર વિસ્તારમાં પશુપાલકો દાદાગીરી કરતા જોવાં મળ્યાં છે.

મહત્વનું છે કે સુરતમાં રસ્તા પર રખડતા પશુઓનાં ત્રાસથી શહેરની મનપાની ટીમ જાગી ગઇ હતી અને રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરી હતી. સુરતનાં ભાઠે વિસ્તારમાં મનપાની ટીમે રખડતા ઢોરોને ઝડપી રહી હતી તેવાં સમય દરમ્યાન પશુપાલકો અને મનપાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પશુપાલકો જાહેરમાં દાદાગીરી પર ઉતરી આવ્યાં હતાં અને દબાણ હેઠળ કબ્જે લેવાયો સમાન પણ ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારે મહત્વનું છે કે પોલીસે આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like