સુરતઃ મોટી સંખ્યામાં કારીગરોનો રજા મામલે હોબાળો, કારખાનામાં કરાઇ તોડફોડ

સુરતઃ શહેરનાં પુણા ખાતે એમ્બ્રોડરી કારખાનામાં રવિવારની રજા ન રાખતા કારીગરોએ તોડફોડ કરી હોવાંની એક ઘટના સામે આવી છે. ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં છે. રવિવારની રજા ન રાખતાં હોવાંથી કારીગરોમાં રજાને લઇ ઉગ્ર રોષ ફેલાયો છે.

કારીગરોએ બેથી ત્રણ કારખાના પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યાં છે. 2 હજારથી વધુ કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં છે. હોબાળો વધુ થતાં પુણા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મહત્વનું છે કે બેથી ત્રણ કારખાના પર પથ્થરમારો કરીને કારીગરો દ્વાર કાચ તોડવામાં આવ્યાં છે. અંદાજે બે હજારથી પણ વધુ કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં હતાં. જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

You might also like