સુરતઃ ધુમ્મસને કારણે એક પછી એક પાંચ ગાડીઓ ટકરાઇ, એકનું મોત

સુરતના બારડોલી-મહુવા સ્ટેટ હાઇવે પર શુક્રવારે સવારે ઘાડ ધુમ્મસને કારણે એક પછી એક પાંચ ગાડીયો અથડાઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એસટી બસ, ટ્રક, જીપ તેમ જ બે કાર એક બીજા સાથે અથડાઇ હતી.

મહુલા પોલીસ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર તરસાડી ગામની સીમા પર આ ઘટના બની હતી. સવારે ઘાડ ધુમ્મસ હતું અને રસ્તા પર સ્ટ્રિટ લાઇટ ન હોવાને કારણે ખૂબ જ અંધારૂ હતું. ટ્રકની પાછળ એસટી બસ, બે કાર અને એક બાઇક હતું. એક વાહનને બચાવવાના ચક્કરમાં ટ્રક ચાલકે બ્રેક મારી જેને કારણે પાછળની બધી ગાળીઓ એકબીજા સાથે અથડાઇ હતી.  જ્યાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

You might also like