VIDEO: સુરતની તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝ-વે કરાયો બંધ

સુરતઃ શહેરમાં કોઝ-વે પરનો વાહન વ્યવહાર એકાએક બંધ કરી દેવામાં આવ્યો છે. તાપી નદીમાં અચાનક જ પાણીની આવક થતાં હાલ ઓવરફ્લોનાં કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. હાલ પાણીની સપાટી 6.4 મીટરે પહોંચી ગઇ છે. પાણીનું સ્તર ઘટતા ફરી કોઝ-વે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાશે.

મહત્વનું છે કે કાકરાપાર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં રાંદેર અને કતારગામને જોડતા કોઝ-વેની સપાટી વધી ગઇ છે. જેથી હાલ વાહનચાલકો માટે આ કોઝ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝ-વેની સપાટી 6.4 મીટરે પહોંચી ગઇ છે. જ્યારે તેની ભયજનક સપાટી 6 મીટરની છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે કાકરાપાર ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જેને લઈને કાકરાપાર ડેમમાંથી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી તાપી નદીની સપાટીમાં વધારો થયો છે અને આખરે રાંદેર-કતારગામને જોડતા કોઝ-વેની સપાટી 6.4 મીટર સુધી પહોંચી ગઈ છે. જેથી કોઝ-વેને બંધ કરી દેવામાં આવેલ છે.

You might also like