પતિ મહિલાને કાઢી મુકશે તો મળશે અમારી સંપૂર્ણ સહાયઃ સુરત પોલીસ

સુરતઃ શહેર પોલીસ કમિશ્નર સતિષ શર્માએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મહિલાઓને થતાં અત્યાચારનાં કિસ્સાઓમાં હવે દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.

જેને લઈને હવે સુરત પોલીસ મહિલાની મદદ કરશે. જો મહિલાને તેનો પતિ હવે ઘરેથી કાઢી મુકશે તો પોલીસ હવેથી મહિલાની જરૂરથી મદદ કરશે. કારણ કે, ડિવોર્સ ન થાય ત્યાં સુધી પત્ની પતિનાં ઘરે રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે પતિ પત્નીનાં કિસ્સામાં સામાન્ય રીતે એવું થતું હોય છે કે જ્યારે પતિ-પત્ની વચ્ચે મોટી તકરાર થાય છે ત્યારે તેઓનાં પતિ તેઓને ઘરેથી તુરંત કાઢી મૂકે છે એટલે કે જો ડિવોર્સ ના થયાં હોય તો પણ તેઓ પોતાની પત્નીને પોતાનાં ઘરમાંથી હાંકી કાઢે છે જેથી હવેથી સુરત પોલીસે આ મામલે કાયદેસર એક્શન લીધેલ છે.

જેમાં શહેર પોલીસ કમિશ્નર સતિષ શર્માએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, જો મહિલાને તેનો પતિ હવે ઘરેથી કાઢી મુકશે તો પોલીસ તે મહિલાની જરૂરથી મદદ કરશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરશે.

You might also like