સુરતમાં પાલ-ઉમરા બ્રિજનાં અધૂરા કામને લઇ કોંગ્રેસનાં કોર્પોરેટરોનો આક્ષેપ

સુરતઃ શહેરની મહાનગરપાલિકાની બુધવારે યોજાયેલી સામાન્ય સભામાં પાલ-ઉમરા બ્રિજનું કામ ધારાસભ્ય હર્ષ સંઘવી અને કોર્પોરેટર હિતેશ ગામીતને કારણે અટક્યું હોવાનો કોંગ્રેસનાં કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ કોન્ટ્રાક્ટરને ડેવિએશન ચુકવવાનું આવે તો તેમની પાસે વસુલવાની માંગ કરી હતી.

મહત્વનું છે કે બ્રિજનું આ કામ પૂર્ણ નહીં થતાં 5 લાખ લોકોને આની અસર થઇ છે. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાનાં મહત્વાકાંક્ષી પ્રોજેટ એવા આ બ્રિજને રૂ.90 કરોડનાં ખર્ચે તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બ્રિજનું કામ પણ શરૂ કરી દેવાયું હતું અને ઝડપભેર કામ કરાતાં હાલ બ્રિજનું કામ લગભગ 90 ટકા જેટલું પુર્ણ પણ કરી દેવામાં આવ્યું છે.

બ્રિજનાં ઉમરા તરફનાં છેડે 25 જેટલી મિલ્કતોનાં ડિમોલિશનનાં કારણે બ્રિજનું કામ અટકી પડ્યું છે. મિલ્કતદારો સાથે લાંબી વાતચીત તેમજ કાનુની લડત પછી સ્થાયી સમિતિએ મિલકતદારોને સાંભળવા પણ બોલાવ્યાં હતાં.

જેમાં સ્થાયી સમિતિ દ્રારા અસરગ્રસ્તોને જમીનનાં બદલામાં જમીન આપવાનું તેમજ હાલનાં મકાનની વેલ્યુ પ્રમાણે વળતર આપવાની જે માંગણી હતી તે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. જો કે આ પ્રસ્તાવ સાથે 25માંથી ફક્ત 7 અસરગ્રસ્તો જ સહમત થયાં છે. જ્યારે હજી પણ 18 જેટલાં અસરગ્રસ્તોએ બ્રિજ સામે વિરોધ પણ વ્યક્ત કર્યો છે.

You might also like