સુરતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, 40 કાર્યકર્તાઓની થઇ હતી અટકાયત

સુરતઃ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધનાં આ એલાનને લઇ સુરતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે સુરતમાં બંધનાં એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસનાં કાર્યકરો બજારો બંધ કરાવવા માટે નિકળ્યાં હતાં.

પોલીસે બજારો બંધ કરાવવા માટે પહોંચેલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી. મિલેનિયમ બજાર બંધ કરવા માટે કાર્યકર્તાઓ પહોંચ્યાં હતાં. આ દરમ્યાન પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. સુરતનાં જુદા-જુદા વિસ્તારોમાંથી પોલીસે 40 જેટલાં કાર્યકરોની અટકાયત કરી હતી.

ભારત બંધનાં આ એલાનને લઈ આજ સવારથી કોંગ્રેસનાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. જેમાં ભટાર ગામ વિસ્તારમાં રસ્તા પર આવેલાં કાર્યકરોએ ટાયર સળગાવીને ભારે ચક્કાજામ કર્યો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં તુરંત જ પોલીસ દોડી આવી હતી.

જો કે ટ્રાફિક પોલીસ તેમજ પોલીસકર્મીઓ દ્વારા રસ્તા પર સળગાવવામાં આવેલા ટાયરને રસ્તાની સાઈડમાં ખસેડી દેવાયાં હતાં અને તેની ઉપર પાણી રેડી દેવાયું હતું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં દુકાનો અને શાળાઓ તેમજ પેટ્રોલ પમ્પ બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

You might also like