સુરતઃ ક્લિનીકનો ટેક્નિશિયન મહિલાઓનાં બનાવતો અશ્લીલ વીડિયો, આરોપીની ધરપકડ

સુરત: શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ક્લિનીકનાં ટેક્નીશિયન પર મહિલાઓએ અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. 145 જેટલી મહિલાઓએ ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. ટેક્નિશીયન મહમદ મંસુરી સારવારનાં નામે મહિલાઓને રૂમમાં લઈ જતો હતો.

રૂમમાં મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને વીડિયો ઉતારતો હતો. આ ઘટના બાદ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ ટેક્નિશીયન મહમદ મંસુરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

મહત્વનું છે કે આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ સુરતનાં ડિંડોલી વિસ્તારની 145 જેટલી મહિલાઓ આજે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેઓએ તેમનાં વિસ્તારમાં જ આવેલ એક ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ ક્લિપ બનાવવાનો આરોપ મૂક્યો હતો. ત્યારે તે બધી મહિલાઓ એક સાથે જઇને તે ટેક્નિશીયનને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી.

મહિલાઓએ પોલીસ સ્ટેશને પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે, આ ટેક્નીશીયન સારવારને નામે મહિલાઓને રૂમમાં લઇ જતો હતો અને રૂમમાં જ મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને અશ્લીલ હરકતો કરીને તેનો વીડિયો ઉતારતો હતો. જો કે, આ મામલે સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago