સુરતમાં પુરપાટ દોડતી કારે હવામાં જ ત્રણ પલટી મારી

સુરત : શહેરનાં ગૌરવ પથ ખાતે સાંજે એક અકસ્માત થયો હતો. વિગતો અનુસાર બેફામ સ્પિડે રોડ પરથી પસાર થઇ રહેલી કારનાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેનાં પગલે કાર ત્રણ પલ્ટી ખાઇને રિક્ષા સાથે અથડાઇ હતી અને ત્યાર બાદ બીઆરટીએસની રેલિંગ તોડી નાખી હતી. મારૂતિ સ્વિફ્ટ કાર DN-09-A 1137નંબરની કાર બેફામ સ્પિડે જઇ રહી હતી. તે સમયે અચાનક ચાલકે કાબુમ ગુમાવતા આગળ જતી રીક્ષાને અડફેટે લીધી હતી. ત્યાર બાદ બાજુમાં બીઆરટીએસની ગ્રીલ તોડી નાખી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે રીક્ષા ચાલક સહિત ચારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોમાં ત્રણ યુવકો અને એક યુવતીનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનું બોનેટ છુટુ પડી ગયું હતું. જ્યારે રિક્ષાનો પણ ખુડદો બોલી ગયો હતો. ગાડીનો આગળનો સંપુર્ણ ભાગ ભંગાઇ ગયો હતો. હાલ તો પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

અકસ્માત બાદ મોટા પ્રમાણમાં લોકો ભેગા થઇ ગયા હતા. રિક્ષામાં રહેલા પેસેન્જર્સને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે હજી સુધી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. ગાડી કોના નામે નોંધાયેલી હોવાનું હજી સુધી બહાર આવ્યું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

You might also like