Categories: Gujarat

સુરતનો બીઆરટીએસ રૂટ જોખમ સર્જશે?

અમદાવાદ શહેરી વિકાસના અનુકરણથી સુરતમાં પણ બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવી છે. સુરતમાં બીઆરટીએસ રૂટનું ઘણું ખરું કામ બાકી હોઈ હાલ માત્ર એક જ વિસ્તારના રૂટમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. જોકે આ રૂટ પરથી જ સમગ્ર સુરતની બીઆરટીએસ સેવા જોખમી બની રહેશે તેમ લાગી રહ્યું છે.

સુરતમાં ડુમસ રિસોર્ટથી લઈને સરથાણા જકાતનાકા સુધીના ર૦ કિલોમીટરના રૂટમાં શરૂ કરાયેલી આ બીઆરટીએસ સર્વિસ ડભોલી નજીક આવેલી ગજેરા હાઈસ્કૂલનાં બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓ રેલિંગ કૂદીને બીઆરટીએસ રૂટમાંથી રસ્તો ક્રોસ કરે છે અને રિસેસના સમયે બીઆરટીસમાં જ રમતાં પણ નજરે પડે છે. બીઆરટીએસ રૂટમાં બસોને અન્ય ટ્રાફિક નડતો ન હોઈ પૂરઝડપે દોડતી બસો આ બાળકો માટે ભય સર્જી શકે છે.

જોકે સુરતમાં બીઆરટીએસ રૂટનું સંપૂર્ણ કામ પૂર્ણ થયું ન હોઈ બાઈકસવારો અને કારચાલકો પણ ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે પોતાનાં વાહનો બીઆરટીએસ રૂટમાં જ પૂર ઝડપે હંકારે છે. આમ સુરતમાં બીઆરટીએસનો હાલનો રૂટ જોખમી સાબિત થાય તો નવાઈ નહીં!

admin

Recent Posts

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

8 mins ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

17 mins ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

18 mins ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

31 mins ago

વર્લ્ડકપ પહેલાંની અંતિમ શ્રેણીઃ ભારત-ઓસી. ટી-20 મેચને લઇને ચાહકોમાં ઉત્સાહ

(એજન્સી) વિશાખાપટ્ટનમ્: ટીમ ઇન્ડિયા આગામી વર્લ્ડકપ પહેલાં અંતિમ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવા માટે તૈયાર છે. આ શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે.…

31 mins ago

BSNL-MTNL માટે સરકારનો રૂ.8,500 કરોડનો VRS પ્લાન

(એજન્સી)નવી દિલ્હી: આ દેશની સૌથી મોટી વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) અથવા સમય પૂર્વે પેન્શન સ્કીમ બની શકે છે. દેવાં અને…

1 hour ago