સુરતમાં BRTS બસ સ્ટેન્ડનો સ્લેબ ધરાશયી થતાં એક બાળકીનું મોત

સુરતઃ સિટી લાઈટ રોડનાં કેનાલ રોડ પર નિર્માણ થઇ રહેલાં BRTDનાં બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટતાં ત્રણથી વધુ મજૂરો અને એક બાળકી દબાયાં હતાં. મજૂરોને જમીન ઉપર પડેલા સ્લેબનાં કાટમાળમાંથી કાઢી તાત્કાલિક સારવાર અર્થે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યાં હતાં. જેમાં કાટમાળ નીચે દબાયેલી પાંચ વર્ષીય બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું.

લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રકટર દ્વારા લો ક્વોલિટીનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. જેથી આ ઘટના સર્જાઈ છે. આ ઘટના બાદ કોન્ટ્રાકટર ગાયબ થઈ ગયો હતો. બાળકીનાં મોત બાદ શ્રમિક પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ પાલિકાનાં કોઈ પણ પદાધિકારીઓ હાજર થયાં ન હતાં. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસનાં આદેશ આપવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે બસ સ્ટેન્ડનો ઉપરનો આજે સ્લેબ તૂટી પડતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બસ સ્ટેન્ડ નિર્માણનું કામ કરતા પાંચથી વધુ મજૂરોને ઇજા થઇ હતી. જ્યારે 3થી વધુ મજૂરો અને એક બાળકી દબાઈ જતાં ઘટનાની જાણ ફાયર અને 108ને કરવામાં આવી હતી.

જેને લઈને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની 7 ટીમો દ્વારા સ્લેબનાં કાટમાળમાં દબાયેલાં મજૂરોને કાઢવાની કામગીરીને હાથ ધરવામાં આવી હતી. મજૂરો ઉપરાંત એક પાંચ વર્ષીય બાળકી પણ કાટમાળમાં દબાઈ હતી. જેનું મોત નિપજ્યું છે. લોકોનો એવો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરનાં પાપે આ ઘટના બની છે. કોન્ટ્રાક્ટર દ્વારા લો ક્વોલિટીનું મટીરીયલ વાપરવામાં આવ્યુ હતું જેથી આ ઘટના સર્જાઈ હતી.

You might also like