સુરતની પાંડેસરા GIDCની કંપનીમાં બ્લાસ્ટ, કારીગરો ગંભીર રીતે ઘાયલ

સુરતઃ પાંડેસરા GIDCમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાંની એક ઘટના સામે આવી છે. ઓઈલ ટેંકમાં બ્લાસ્ટ થતાં કારીગરો ગંભીર રીતે દાઝી ગયાં છે. ડાઈઝ અને ડાઈઝ ઈન્ટરમીડિયેટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં એકાએક બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આસપાસનાં લોકો ભેગાં થઇ ગયાં હતાં અને ચારેબાજુ ભારે ભયનો માહોલ છવાઇ ગયો હતો.

જો કે સદનસીબે આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડને અથવા તો પોલીસને પણ કોઈ જ જાણ કરવામાં આવી નથી અને કંપનીનાં માલિક દ્વારા પણ આ સમગ્ર મામલા પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તંત્ર પણ જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

You might also like