સુરતમાં ૨૪-૨૫ ઓગષ્ટે યોજાશે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક

સુરતઃ અમદાવાદ, ગાંધીનગર બાદ ભાજપ દ્વારા પ્રદેશ કારોબારીનું આયોજન હવે સુરતમાં થશે. આગામી 24 અને 25 ઓગષ્ટનાં રોજ સુરતમાં પ્રદેશ કારોબારી યોજાશે. કારોબારીમાં ગુજરાતનાં પ્રભારી સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

કારોબારીમાં 2019નાં લોકસભાની ચૂંટણીની ચર્ચા કરાશે. ભાજપ દ્વારા સમગ્ર દેશમાં મીસકોલ મારો અને ભાજપમાં જોડાવ અભિયાનની શરૂઆત કરાઈ છે. જેને લઇને સુરતમાં ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે આગામી 2019ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે.

જેમાં 2019ની આગામી ચૂંટણી વિશે વિશેષ વાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૧૮-૧૯ ઓગષ્ટનાં રોજ ભાજપાની રાષ્ટ્રીય કારોબારી યોજાયાં બાદ હવે તારીખ ૨૪-૨૫ ઓગષ્ટનાં રોજ સુરત ખાતે ભાજપ પ્રદેશ કારોબારી યોજાશે.

You might also like