સુરતમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, જમીન વેપારીને માર્યો ઢોર માર

સુરતઃ શહેરનાં સરથાણા વિસ્તારમાં વ્યાજખોરો બિલકુલ બેફામ બન્યાં છે. જમીનનાં વેપારીને માર માર્યો હોવાંની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે શખ્સો જમીન વેપારીને માર મારે છે અને બાદમાં લિફ્ટમાં લઈ જાય છે.

જ્યાં વેપારીને ઢોર માર મારે છે. વેપારીએ 4 લાખની સામે 4 લાખ રૂપિયાની ચૂકવણી કરવા છતાં પણ 4 લાખની પઠાણી ઉઘરાણી કરીને વેપારીને માર માર્યો. જો કે આસપાસનાં લોકો એકઠાં થઈ જતાં બાદમાં વેપારીનો છૂટકારો થયો હતો. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ એકાદ મહિના પહેલા સુરતમાં એક દીકરાએ વ્યાજે પૈસા લીધાં હતાં. જો કે તેને વ્યાજે લીધેલા પૈસા ચુકવી પણ દીધાં હતાં તેમ છતાં વ્યાજખોરો દ્વારા સતત તેનાં પિતાને ત્રાસ આપવામાં આવતા તે પિતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મહત્વનું છે કે પુત્ર એ સમયે ઘર છોડીને ચાલી ગયો હતો. જેથી આ વ્યાજખોરો સતત પરિવારને પરેશાન કરતા હતાં. વ્યાજખોરો દુકાનમાં ઘૂસીને ધાક ધમકી આપી હતી. જે ઘટના CCTVમાં પણ કેદ થઇ ગઇ હતી.

You might also like